Breaking News
Loading...
21 January 2014

દાઉદી વ્હોરા સમાજના હવે વારસ કોણ? : વિવાદને લઇને વ્હોરાસમાજનો મોટાભાગનો વર્ગ દુ:ખી

05:52
મુંબઇ,21 જાન્યુઆરી

સમગ્ર દાઉદી વ્હોરા સમાજ અત્યારે અત્યંત દુખની લાગણી અનુભવે છે કારણકે સમગ્ર દાઉદી વ્હોરા સમાજનાં માવતર સમા સૈયદના સાહેબનાં નિધનને હજીતો ગણતરીનાં જ દિવસો થયા છે એટલામાં જ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

હાલમાં જ દાઉદી વોહરા સમાજના ધર્મગુરૂ સૈયદના મોહમ્‍મદ બુર્હાનુદીન જન્‍નત નશીન થયાને હજુ તો ત્રણ દિવસ જ થયા છે ત્‍યાં તેમના વારસદાર કોણ બનશે તે વિશે વિવાદ છેડાય ગયો છે. સૈયદનાના સાવકા ભાઇ ખોઝૈમા કુત્તબુદીનએ તેમની વેબસાઇટમાં જણાવ્‍યું છે કે તેઓ જ સૈયદનાના સાચા ઉત્તરાધિકારી છે અને તેમણે ખુદને ૫૩માં દાઇ-અલ મુતલક તરીકે જાહેર કર્યા છે.ગત શુક્રવારના રોજ હૃદયરોગના હુમલાને કારણે સૈયદના સાહેબ વફાત થયા હતાં તેઓ ૧૦૨ વર્ષના હતા ૨૦૧૧ માં તેમણે તેમના બીજા પુત્ર મુફદુલ ભાઇ સાહેબ સૈફુદીનને તેમના ઉત્તરાધિકારી નિમણુંક કર્યા હતાં.હવે સૈયદના સાવકા ભાઇએ પોતાને અનુગામી જાહેર કર્યા બાદ વોહરા જમાતે સોમવારના બેઠક બોલાવી તેમને બિરાદરીની બાહર કાઢવાનું નક્કી કર્યુ છે.
જોકે હજુ સુધી આ વાતની કોઇ ઔપચારીક જાહેરાત કરવામાં આવી નથી.

ખોઝૈમા કુત્તબુદીનની વેબસાઇટ પર જણાવાયું છે કે સૈયદી માઝુન સાહેબ ખોઝૈમા ભાઇ સાહેબ કુત્તબુદ્દીને જાહેર કર્યુ છે કે તેઓ સૈયદના મોહમ્‍મદ બુરહાનુદ્દીનની સાહેબના સાચા માઝુન છે. આકામૌલાએ ૫૦ વર્ષ અગાઉ ૧૭ શબાન ૧૩૮૫ના ખાનગીમાં તેમના પર નસ કરી હતી અને કહ્યુ હતું કે મારા પછી ભાઇ દાઇ છો. સૈયદનાએ ત્‍યારે સુચન કર્યુ હતું કે યોગ્‍ય સમય પહેલા નસની જાહેરાત ના કરવી. સૈયદના બુરહાનુદ્દીનએ વધુમાં કહ્યુ હતું કે અઝમત વાસ્‍તે મુમીનનીભાઇએ સજદો કરશે ભાઇ કરવા દેજો, પછી (સજદાની મના) ઝાહીર થશે વેબસાઇટ પર એમ પણ જણાવ્‍યું છે કે એક વાર નસ કર્યા બાદ તેને પાછી ખેચી શકાય નહી. વધુમાં તેમાં કહેવામાં આવ્‍યું છે કે સૈયદના ખોઝૈમા કુત્તબુદ્દીન જ સૈયદના મોહમ્‍મદ બુરહાનુદ્દીનના સાચા માઝુન છે અને હવે તેઓ ૫૩ માં દાઇ અલ મતલક છે.

કુત્તબુદીનના પુત્ર અબ્‍દીઅલીએ જણાવ્‌વ્‍યું કે તેમના વાલીદ જ સૈયદના સાહેબના ખરા ઉત્તરાધિકારી છે. આશરે ૫૦ વર્ષ અગાઉ તેમના પર નસ કરાઇ હતી. અબ્‍દીઅલીએ જણાવ્‍યું કે તેઓ સૈયદના સાહેબની દફનવીધીમાં કોઇ પ્રકારની તંગદીલી લાવવા ઇચ્‍છતા ન હોવાની તેમાં ગેરહાજર રહ્યા હતાં.

જો કે કુત્તબુદીનએ આ વિશે કોઇ ટીપ્‍પણી આપી નહોતી. પણ હવે નવા સૈયદના મુફદુલ ભાઇસાહેબ સૈફુદીનના પ્રવકતાએ કુત્તબુદીનના દાવાઓને રદિયો આપતા જણાવ્‍યું હતું કે મુફદુલ સૈફુદીન પર કરવામાં આવેલી નસને અમે સાચી માનીએ છીએ અને તે વખતે હાજર રહેલા ત્રણ સાક્ષીઓ પણ આ વાતને પુરવાર કરી શકે તેમ છે. પ્રવકતાએ દાવો કર્યો છે કે સમગ્ર વોહરા બિરાદરી મુફદલ સાહેબની સાથે છે.
Source- Sandesh News