વિશ્વશાંતિનો સૌથી મોટો શત્રુ અમેરિકા - રસપ્રદ સર્વેનું તારણ, ભારતનો આઠમો નંબર
- બીજા ક્રમે પાકિસ્તાનનું નામ
વિશ્વશાંતિનો સૌથી મોટો શત્રુ બીજું કોઇ નહીં પણ બની બેઠેલો જગત જમાદાર અમેરિકા છે એવું એક સર્વેમાં જાણવા મળ્યું હતું.
વિશ્વવ્યાપી સ્વાયત્ત નેટવર્ક ગેલપ દ્વારા કરાયેલા સર્વેમાં અમેરિકા પછી બીજા ક્રમે અમેરિકાના ખાંધિયા સમાન પાકિસ્તાનનું નામ હતું. ભારતનો ક્રમ તો છેક આઠમો હતો એમ આ સર્વેમાં જણાવાયું હતું.
એક્સપ્રેસ ટ્રાઇબ્યૂન અખબારે પ્રગટ કરેલા અહેવાલ મુજબ એકલા પાકિસ્તાનમાં ૨૪ ટકાથી વધુ લોકો માનતા હતા કે વિશ્વશાંતિનો સૌથી મોટો શત્રુ અમેરિકા છે અને ૮ ટકાથી વધુ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અમેરિકાના ખાંધિયા જેવું પાકિસ્તાન બીજા ક્રમે આવવું જોઇએ.
Source- http://gujaratsamachar.com/index.php/articles/display_article/america-biggest-enemies-peace
